પ્રજા આ સાંભળીને કંપે છે, સર્વ પલિસ્તી વાસીઓ પીડા પામ્યા છે.
TSK
TSK · ન્યાય. 7:14
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
પછી યહોવાહે બલામના મુખમાં વચન મૂક્યું અને કહ્યું, “તું બાલાક પાસે પાછો જા અને તેને કહે.”
¶ બાલાકને બલામ પર ખૂબ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તેણે પોતાના હાથ મસળ્યા. બાલાકે બલામને કહ્યું, “મારા દુશ્મનોને શાપ આપવા માટે મેં તને બોલાવ્યો છે, પણ જો, તેં ત્રણ વાર તેઓને આશીર્વાદ આપ્યો.
તેઓએ યહોશુઆને કહ્યું કે, “નિશ્ચે યહોવાહે આખો દેશ આપણને આપ્યો છે; વળી તે દેશના સર્વ રહેવાસીઓ આપણી આગળ ખૂબ જ ડરી ગયા છે અને ઠંડા પડી ગયા છે.”
¶ તેણે તેઓને કહ્યું, “મારી પાછળ આવો, કેમ કે ઈશ્વરે તમારા દુશ્મન મોઆબીઓને તમારા હાથમાં સોંપ્યાં છે.” તેઓ તેની પાછળ ગયા અને તેઓએ મોઆબ દેશ તરફના યર્દનના કિનારા પાસેના પ્રદેશો કબજે કર્યા, તેઓએ કોઈને પણ નદી પાર કરવા દીધી નહિ.
કેમ કે, પ્રભુ યહોવાહે અરામીઓના સૈન્યને રથોનો અવાજ, ઘોડાઓનો અવાજ અને મોટા સૈન્યનો અવાજ સંભળાવ્યો હતો, તેથી તેઓએ એકબીજાને કહ્યું, “ઇઝરાયલના રાજાએ હિત્તીઓના રાજાઓને અને મિસરના રાજાઓને નાણાં આપીને આપણા પર હુમલો કરવા મોકલ્યા છે.”