TSK

TSK · લૂક 13:11

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.

હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ, કેમ કે તેમની કૃપાદ્રષ્ટિની સહાયને માટે હું હજી સુધી તેમની સ્તુતિ કરીશ.

યહોવાહ દૃષ્ટિહીનોની આંખો ખોલે છે; યહોવાહ ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે; યહોવાહ ન્યાયી લોકોને પ્રેમ કરે છે.

ઈસુએ તેના પિતાને પૂછ્યું કે, ‹‘તેને કેટલા વખતથી આવું થયું છે?’› તેણે કહ્યું કે, ‘બાળપણથી.’”

પછી ઈસુ કિનારે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમની સામે આવ્યો. તેને દુષ્ટાત્માઓ વળગેલો હતો; ઘણાં સમયથી તે પોતાનાં વસ્ત્રો પહેરતો ન હતો. અને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો.

‹આ સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી એ શું ખોટું કર્યું?’”›

¶ તેઓએ તેમને પૂછ્યું કે, ‘શું આ તમારો દીકરો છે, જેને વિષે તમે કહો છો કે, તે જન્મથી અંધ હતો? તો પછી તે કેવી રીતે દેખતો થયો છે?’”

કેમ કે જે માણસના હકમાં સાજાપણાંનો આ ચમત્કાર થયો હતો તે ચાળીસ વરસથી વધારે ઉંમરનો હતો.