TSK

TSK · માથ. 15:28

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

જુઓ, ભલે તે મને મારી નાખે, તોપણ હું તેમની રાહ જોઈશ; તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ.

જેઓ યહોવાહને માન આપે છે તેમની ઇચ્છાઓને તે પૂરી કરે છે; તે તેઓનો પોકાર સાંભળીને તેમને બચાવે છે.

ત્યારે ઈસુને તે સાંભળીને આશ્ચર્ય થયું, પાછળ આવનારાઓને તેમણે કહ્યું, ‹“હું તમને નિશ્ચે કહું છું કે, આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.›

ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે, ‹“દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે;”› અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ.

¶ ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, ‹“અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?”›

¶ ઈસુએ તેને કહ્યું કે, ‹‘આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.’”›

¶ એ વાત સાંભળીને ઈસુ તેનાથી આશ્ચર્ય પામ્યા, અને ફરીને પોતાની પાછળ આવેલા લોકોને ઈસુએ કહ્યું કે, ‹‘હું તમને કહું છું કે, આટલો બધો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.’”›

¶ પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે, ‘અમારો વિશ્વાસ વધારો.’”

ઈસુ તેને કહે છે કે, ‹‘ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે.’› જે વાત ઈસુએ તેને કહી, તે પર વિશ્વાસ રાખીને તે માણસ રવાના થયો.

¶ ભાઈઓ, તમારે વિષે અમે સર્વદા ઈશ્વરની આભારસ્તુતિ કરીએ તે ઉચિત છે કેમ કે તમારો વિશ્વાસ વધતો જાય છે અને તમે સર્વ એકબીજા ઉપર ઘણો પ્રેમ રાખો છો.