¶ ‹“આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.›
TSK
TSK · માથ. 5:10
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
¶ ‹ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, ‘મારા પિતાના આશીર્વાદિતો તમે આવો, જે રાજ્ય સૃષ્ટિનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો.›
¶ ત્યાર પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું કે, ‹‘ઓ નિર્ધનો, તમે આશીર્વાદિત છો કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે.›
¶ ‹પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે.›
¶ તેઓએ તેમનું માન્યું; પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો; અને વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ, એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધાં.
¶ ખ્રિસ્તનાં પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું વિપત્તિ, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નિ:વસ્ત્રતા, કે જોખમ, કે તલવાર?
સર્વ પ્રકારે અમે વિપત્તિ પામેલા હોવા છતાં દબાયેલા નથી; હેરાન થયા છતાં નિરાશ થયેલા નથી;
¶ અને વિરોધીઓથી જરા પણ ગભરાતા નથી એ તેઓને માટે વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો ઉદ્ધારની નિશાની છે અને તે વળી ઈશ્વરથી છે.
જો આપણે (અંત સુધી) ટકી રહીએ, તો તેમની સાથે રાજ પણ કરીશું; જો આપણે તેમનો નકાર કરીએ, તો (ઈસુ ખ્રિસ્ત) આપણો પણ નકાર કરશે;
¶ મારા ભાઈઓ, જયારે તમને વિવિધ પ્રકારની કસોટીઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ ગણો;
¶ જે સારું છે તેને જો તમે અનુસરનારા થયા, તો તમારું નુકસાન કરનાર કોણ છે?
જેમ કાઈન દુષ્ટનો હતો અને પોતાના ભાઈને મારી નાખ્યો, તેના જેવા આપણે થવું જોઈએ નહિ; તેણે શા માટે તેને મારી નાખ્યો? એ માટે કે તેના કામ ખરાબ હતાં અને તેના ભાઈનાં કામ ન્યાયી હતાં.