TSK

TSK · ગણ. 26:29

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

¶ ઇઝરાયલે તેનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઇમ જે નાનો હતો તેના માથા પર મૂક્યો અને તેનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. તેણે સમજપૂર્વક તેના હાથ એ રીતે મૂક્યા હતા. આમ તો મનાશ્શા જ્યેષ્ઠ હતો.

¶ યૂસફના વંશજોના-કુટુંબોમાંના મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના કુટુંબના પિતૃઓનાં ઘરના વડીલોએ પાસે આવીને મૂસાની આગળ; તથા ઇઝરાયલી લોકોના પિતૃઓના વડીલો એટલે અધિપતિઓની આગળ જઈને નમ્ર અરજ કરીને કહ્યું,

¶ મનાશ્શા યૂસફનો વડો પુત્ર હતો, તેના કુળને માટે જમીનનો ભાગ આ પ્રમાણે હતી: જે મનાશ્શાનો પ્રથમપુત્ર, માખીર ગિલ્યાદનો પિતા લડવૈયો હતો તેને ગિલ્યાદ તથા બાશાનનો પ્રદેશ આપવામાં આવ્યો હતો.

¶ ત્યાર બાદ, હેસ્રોન સાઠ વર્ષનો હતો ત્યારે તેણે ગિલ્યાદના પિતા માખીરની દીકરી સાથે લગ્ન કર્યું. તેણે સગુબને જન્મ આપ્યો.