¶ ત્યારે રૂથે કહ્યું, “તને છોડીને તારી પાસેથી દૂર જવાનું મને ના કહે, કેમ કે જયાં તું જઈશ ત્યાં હું આવીશ અને જ્યાં તું રહેશે ત્યાં હું રહીશ; તારા લોક તે મારા લોક અને તારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે;
TSK
TSK · રૂથ 2:12
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
હવે, હું જાણું છું કે તું નક્કી રાજા થશે અને ઇઝરાયલનું રાજ્ય તારા હાથમાં સ્થાપિત થશે.
હા, તેનાથી તમારા સેવકને ચેતવણી મળે છે તેઓને પાળવામાં મોટો લાભ છે.
હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કેમ કે મારો આત્મા તમારા પર ભરોસો રાખે છે જ્યાં સુધી આ વિપત્તિઓ થઈ રહે.
હું સદાકાળ તમારા મંડપમાં રહીશ; તમારી પાંખોના આશ્રયે હું રહીશ. સેલાહ
તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે અને તેમની પાંખો નીચે આશ્રય મળશે. તેમની સત્યતા ઢાલ તથા બખતર છે.
ત્યાં ચોક્કસ ભવિષ્ય છે અને તારી આશા સાર્થક થશે.
¶ ‹માણસો તમને જુએ તે હેતુથી તેઓની આગળ તમારાં ન્યાયી કૃત્યો કરવાથી સાવધાન રહો; નહિ તો સ્વર્ગમાંના તમારા પિતાથી તમને બદલો મળશે નહિ.›
¶ ‹ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!›
¶ જેણે તેમને નિમંત્ર્યા હતા તેને પણ ઈસુએ કહ્યું કે, ‹જયારે તું દિવસનું કે રાતનું ભોજન આપે, ‘ત્યારે કેવળ તારા મિત્રોને, ભાઈઓને, સગાંઓને, કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ; એમ ન થાય કે કદાચ તેઓ પણ તને પાછા બોલાવે, અને તને બદલો મળે.›
(પ્રભુ કરે કે તે દિવસે પ્રભુ તરફથી તેના પર કૃપા થાય); એફેસસમાં તેણે (મારી) અનહદ સેવા કરી છે તે તું સારી રીતે જાણે છે.
કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે; અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને ભૂલી જાય એવા અન્યાયી નથી.
મિસરમાંના દ્રવ્ય ભંડારો કરતાં ખ્રિસ્ત સાથે નિંદા સહન કરવી એ અધિક સંપત્તિ છે, એમ તેણે ગણ્યું; કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ રાખ્યું.