એટલે યહોવાહે તેને કહ્યું, “જા, નીચે ઊતર; અને હારુનને ઉપર લઈ આવ, પરંતુ યાજકો કે લોકો હદ ઓળંગીને મારી પાસે ઘસી આવે નહિ એનું ધ્યાન રાખજે, નહિ તો હું તે લોકોને નષ્ટ કરીશ.”
TSK
TSK · નિર્ગ. 32:7
مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.
હારુને કડીઓ લઈને તે ઓગાળી અને ધાતુના બીબામાં ઢાળીને વાછરડાની એક મૂર્તિ બનાવી એટલે લોકો બોલી ઊઠ્યા, “હે ઇઝરાયલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર ઈશ્વર તે આ છે.”
¶ યહોવાહે મૂસાને કહ્યું, “તું અહીંથી જા અને જે લોકોને તું મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓને લઈને જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબને સમ ખાઈને કહ્યું, ‘તારા સંતાનને હું તે આપીશ,’ તે દેશમાં જા.
યહોવાહે મને કહ્યું, “ઊઠ, અહીંથી જલ્દી નીચે ઊત્તર, કેમ કે, તારા લોકો જેને તું મિસરમાંથી બહાર લાવ્યો છે તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યાં છે. જે માર્ગ મેં તેઓને બતાવ્યો હતો તેમાંથી તેઓ જલ્દી ભટકી ગયા છે. તેઓએ પોતાના માટે કોતરેલી મૂર્તિઓ બનાવી છે.”
તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે. તેઓના સંતાનો રહ્યાં નથી. અને તેઓ પાપથી ખરડાયા. તેઓ અડિયલ તથા કુટિલ પેઢી છે.
તેના પિતા ઉઝિયાએ જે સારું કર્યું હતું તે પ્રમાણે તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે ઉઝિયાની માફક ઈશ્વરના ઘરમાં પ્રવેશીને પાપ કર્યું નહિ. પણ લોકો તો હજી સુધી દુષ્ટ કાર્યો કર્યા કરતા હતા.
¶ અપરાધનો અંત લાવવાને, પાપનો અંત લાવવાનો, દુષ્ટતાનું શુદ્ધિકરણ કરવાને, અનંતકાળનું ન્યાયીપણું લાવવાને, સંદર્શન તથા ભવિષ્યવાણી અમલમાં મૂકવાનું, પરમપવિત્રનો અભિષેક કરવાનું તારા લોકો અને તારા નગરને માટે નિર્માણ કરેલાં છે.