TSK

TSK · લેવી 19:5

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

¶ જો કોઈનું અર્પણ જાનવરના દહનીયાર્પણનું હોય, તો તે નર હોવું જોઈએ અને તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. તેણે જાનવરને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ચઢાવવું, જેથી તે પોતે યહોવાહની આગળ માન્ય થાય.

¶ જો કોઈ માણસ શાંત્યર્પણ તરીકે ઘેટાંબકરાંને યહોવાહ સમક્ષ લાવે, પછી તે નર હોય કે નારી હોય, તો તે શાંત્યર્પણ ખોડખાંપણ વગરનું ચઢાવે.

જો તેનાં શાંત્યર્પણના યજ્ઞના માંસમાંનું કંઈ પણ ત્રીજે દિવસે ખાવામાં આવે તો તે માન્ય થશે નહિ, તેમ જ અર્પણ કરનારનાં લાભમાં તે ગણાશે પણ નહિ. તે વસ્તુ અમંગળ ગણાશે અને જે માણસ તેમાંનું ખાશે તેનો દોષ તેને માથે.

¶ જો કોઈ વ્યક્તિ સંકલ્પો પૂરા કરવા અથવા ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહ સમક્ષ શાંત્યર્પણ કરે તો તે પશુ બળદ અથવા ઘેટો હોય અને તે ખોડખાંપણ વગર હોય તો જ તે માન્ય થશે.

જયારે તમે ઉપકારાર્થાર્પણનો યજ્ઞ યહોવાહને ચઢાવો ત્યારે તે એવી રીતે ચઢાવો કે તે માન્ય થાય.

ઇઝરાયલના પાણીવાળા પ્રદેશમાંનાં બસો ટોળાંમાંથી એક ઘેટું કે બકરો ખાદ્યાર્પણ તરીકે, દહનીયાર્પણ તરીકે અને શાંત્યર્પણ તરીકે લોકોને શુદ્ધ કરવા માટે આપવું. આમ પ્રભુ યહોવાહ કહે છે.

સરદાર ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહને સારુ દહનીયાર્પણ તથા શાંત્યર્પણ ચઢાવે, ત્યારે તેને માટે પૂર્વ તરફનો દરવાજો એક વ્યક્તિ ખોલે, તે વિશ્રામવારના દિવસે રજૂ કરે, તેમ તે પોતાનું દહનીયાર્પણ તથા શાંત્યાર્પણ રજૂ કરે; પછી તે બહાર નીકળે અને તેના બહાર નીકળ્યા પછી તે દરવાજો બંધ કરે.