TSK

TSK · માથ. 25:30

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

¶ પછી યહોવાહે મને કહ્યું કે, “જો મૂસા તથા શમુએલ મારી સમક્ષ ઊભા રહે, તોપણ હું આ લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઈ જા, તેઓ દૂર જતા રહે.

¶ વૃક્ષોના મૂળ પર કુહાડો પહેલેથી જ મુકાયો છે. માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.

‹પણ રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં નંખાશે કે, જ્યાં રડવું અને દાંત પીસવું થશે.”›

‹અને તેઓ તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.›

‹તે તેને ખરાબ રીતે સજા કરશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે.›

¶ ‹મીઠું તો સારુ છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરાશે?›

વળી આપણા લોકો જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે ભલું કામ કરવા શીખે, કે જેથી તેઓ નિરુપયોગી થાય નહિ.

¶ તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી વાદળી જેવા છે, તેઓને સારુ ઘોર અંધકાર રાખેલો છે.

¶ ‹તારાં કામ હું જાણું છું, કે તું ઠંડો નથી, તેમ જ ગરમ પણ નથી; તું ઠંડો અથવા ગરમ થાય એમ હું ચાહું છું!›