TSK

TSK · માથ. 3:6

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

અને પછી હારુન તે જીવતા બકરાના માથા પર બન્ને હાથ મૂકીને ઇઝરાયલીઓની સર્વ દુષ્ટતા, સર્વ પાપો અને તેઓનો વિદ્રોહ કબૂલ કરીને તે સર્વ એ બકરાના શિર પર મૂકે. તે પછી તેણે આ કામ માટે નક્કી કરેલા માણસ સાથે તે બકરાંને રણમાં મોકલી આપવો.

તેણે પોતે કરેલાં પાપની કબૂલાત કરવી અને પોતાના ગુનાનો પૂરો બદલો ભરી આપવો. ઉપરાંત તેમાં તે પંચમાશ ઉમેરીને જેના સંબંધમાં તેણે ગુનો કર્યો હોય તેને તે આપે.

ત્યારે તે માણસ અન્ય લોકોની સમક્ષ સ્તુતિ કરશે અને કહેશે કે, મેં પાપ કર્યું હતું અને જે સત્ય હતું તેને વિપરીત કર્યું હતું, પણ મારા પાપ પ્રમાણે મને સજા કરવામાં આવી નહિ.

જે માણસ પોતાના અપરાધોને છુપાવે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઈ તેઓને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.

મેં યહોવાહ મારા ઈશ્વરને પ્રાર્થના કરીને તથા પાપોને કબૂલ કરીને કહ્યું, “હે પ્રભુ, જેઓ તમારા કરારને વળગી રહે છે, તમારા ઉપર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞાઓનું પાલન કરે છે તેઓના પર દયા રાખનાર મહાન તથા ભયાવહ ઈશ્વર છો.

¶ ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન નદીએ તેની પાસે આવ્યા.

હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.’”

‹હું ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે;›

મેં તેમને ઓળખ્યા ન હતા; પણ તે ઇઝરાયલની આગળ પ્રગટ થાય, માટે હું પાણીથી બાપ્તિસ્મા આપતો આવ્યો છું.’”

‹કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યું હતું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.›

¶ ઈસુ ખ્રિસ્ત જે સર્વનાં પ્રભુ છે તેમની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતા ઈશ્વરે ઇઝરાયલપુત્રોની પાસે જે વાત મોકલી,

ત્યારે પાઉલે કહ્યું કે, યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, ‘મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો.’”

હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, તારાં પાપોની ક્ષમા પામ.

તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દફનાવાયા, અને તેમાં પણ ઈશ્વર જેમણે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડ્યાં.

બાપ્તિસ્મા સંબંધીના ઉપદેશનો, હાથ મૂકવાનો, મૃત્યુ પામેલાંઓના પુનરુત્થાનનો અને અનંતકાળના ન્યાયચુકાદાનો પાયો ફરીથી ન નાખીએ.

¶ તમે નીરોગી થાઓ માટે પોતાના પાપ એકબીજાની પાસે કબૂલ કરો, એકબીજાને માટે પ્રાર્થના કરો; ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.

જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.