كل أسفار ગુજરાતી IRV

ગણ. 2

ગુજરાતી IRV · الأصحاح 2

36 أصحاحات

ગુજરાતી IRV / ગણ. / الأصحاح 2

ગુજરાતી IRV · الأصحاح 2

1 ¶ યહોવાહ ફરીથી મૂસા તથા હારુનને કહ્યું કે,

2 “ઇઝરાયલપુત્રોમાંનો દરેક પુરુષ પોતાના સૈન્યના જૂથનાં નિશાન સાથે પોતાની અલગ ધજાની પાસે છાવણી કરે. મુલાકાતમંડપ સામે બાજુ તેઓ છાવણી કરે.

3 ¶ યહૂદાની છાવણીની ધજાવાળા પોતાનાં સૈન્યો મુજબ પૂર્વ તરફ છાવણી કરે, અને આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન થાય.

4 યહૂદાના સૈન્યમાં ચુંમોતેર હજાર છસો પુરુષો હતા.

5 ¶ તેના પછી ઇસ્સાખારનું કુળ છાવણી કરે; સુઆરનો દીકરો નથાનએલ ઇસ્સાખારના દીકરાઓનો અધિપતિ થાય.

6 તેના સૈન્યમાં એટલે તેમાંના જેઓની ગણતરી થઈ છે તેઓ ચોપન હજાર ચારસો પુરુષો હતા.

7 ¶ ઝબુલોનનું કુળ ઇસ્સાખારની બાજુમાં છાવણી કરે. હેલોનનો દીકરો અલિયાબ તે ઝબુલોનના દીકરાઓનો અધિપતિ થાય.

8 ¶ તેના સૈન્યમાં તેઓમાંના જેઓની ગણતરી થઈ છે તેઓ સતાવન હજાર પુરુષો હતા.

9 ¶ યહૂદાની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાના સૈન્યો મુજબ એક લાખ છયાસી હજાર ચારસો પુરુષો હતા. તેઓ છાવણીમાંથી પ્રથમ ચાલી નીકળે.

10 ¶ રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો મુજબ દક્ષિણની બાજુએ રહે. અને શદેઉરનો દીકરો અલીસૂર તે રુબેનના સૈન્યની આગેવાની કરે.

11 રુબેનના સૈન્યમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષો હતા.

12 ¶ તેની પાસે શિમયોનનું કુળ છાવણી કરે અને સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ તે શિમયોનના સૈન્યનો અધિપતિ થાય.

13 શિમયોનના સૈન્યમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષો હતા.

14 ¶ તે પછી ગાદનું કુળ. રેઉએલનો દીકરો એલિયાસાફ તે ગાદના સૈન્યનો આગેવાન થાય.

15 ગાદના સૈન્યમાં પિસ્તાળીસ હજાર છસો પચાસ પુરુષો હતા.

16 ¶ રુબેનની છાવણી પાસે બધા સૈન્ય મળીને કુલ એક લાખ એકાવન હજાર ચારસો પચાસ પુરુષો છાવણી કરે. તેઓ છાવણીમાંથી બીજે ક્રમે કૂચ કરે.

17 ¶ એ પછી, છાવણીઓની વચ્ચેની લેવીઓની છાવણી સાથે મુલાકાતમંડપ બહાર આવે. જેમ તેઓ છાવણીમાં રહે છે તેમ તેઓ પોતપોતાની જગ્યાએ પોતાની ધજા પાસે રહીને બહાર ચાલે.

18 ¶ એફ્રાઇમની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ પશ્ચિમ બાજુએ રહે. અને આમ્મીહૂદનો દીકરો અલિશામા તે એફ્રાઇમના દીકરાઓનો આગેવાન થાય.

19 એફ્રાઇમના સૈન્યમાં ચાળીસ હજાર પાંચસો પુરુષો હતા.

20 ¶ તેની પાસે મનાશ્શાનું કુળ રહે. અને પદાહસૂરનો પુત્ર ગમાલ્યેલ તે મનાશ્શાના દીકરાઓનો આગેવાન થાય.

21 મનાશ્શાના સૈન્યમાં બત્રીસ હજાર બસો પુરુષો હતા.

22 ¶ તે પછી બિન્યામીનનું કુળ; અને ગિદિયોનનો પુત્ર અબીદાન તે બિન્યામીનના દીકરાઓનો આગેવાન થાય.

23 મનાશ્શાના સૈન્યમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષો હતા.

24 ¶ એફ્રાઇમની છાવણીમાં જે બધાની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો મુજબ, એક લાખ આઠ હજાર એકસો હતા. તેઓ ત્રીજા ક્રમે કૂચ કરે.

25 ¶ દાનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ઉત્તર બાજુએ રહે. અને આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર તે દાનના દીકરાઓનો આગેવાન થાય.

26 દાનના સૈન્યમાં બાસઠ હજાર સાતસો પુરુષો હતા.

27 ¶ તેની પાસે આશેરનું કુળ છાવણી કરે. અને ઓક્રાનનો દીકરો પાગિયેલ તેનો આગેવાન થાય.

28 આશેરના સૈન્યમાં એકતાળીસ હજાર પાંચસો પુરુષો હતા.

29 ¶ તે પછી નફતાલીનું કુળ. અને એનાનનો દીકરો અહીરા તે નફતાલીના દીકરાઓનો આગેવાન થાય.

30 નફતાલીના સૈન્યમાં ત્રેપન હજાર ચારસો પુરુષો હતા.

31 ¶ દાનની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ એક લાખ સતાવન હજાર છસો હતા. તેઓ પોતાની ધજા સાથે પાછળ ચાલી નીકળે.

32 ¶ મૂસા અને હારુને પોતાનાં પૂર્વજોનાં કુળો મુજબ ગણતરી કરી તેઓમાં ઇઝરાયલપુત્રોના સૈન્યમાં છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસ પુરુષો હતા.

33 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસા અને હારુને ઇઝરાયલપુત્રોમાંના લેવીઓની ગણતરી કરી નહિ.

34 ¶ યહોવાહે મૂસાને જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે મુજબ ઇઝરાયલના લોકોએ કર્યું. તેઓએ પોતપોતાની ધજાઓ પાસે છાવણી કરી. અને તે જ પ્રમાણે તેઓ પ્રત્યેક પોતપોતાના કુટુંબ સાથે પોતપોતાનાં ઘર પ્રમાણે કૂચ આરંભી.