TSK

TSK · ગણ. 26:55

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

તમારે ચિઠ્ઠી નાખીને તે દેશ તમારા કુળ પ્રમાણે વહેંચી લેવો. વધારે સંખ્યા ધરાવતા કુળને વધારે વિસ્તાર ધરાવતા દેશનો ભાગ અને ઓછી સંખ્યા ધરાવતા કુળને ઓછો વિસ્તાર ધરાવતા દેશનો ભાગ વહેંચી આપવો. દરેક કુળના નામની ચિઠ્ઠી જ્યાં પડે તે પ્રદેશ તેને મળે. તમારા પિતૃઓના કુળો પ્રમાણે દેશનો વારસો તમને મળે.

તેઓએ કહ્યું, “યહોવાહે મારા માલિકને આજ્ઞા કરી છે કે, ચિઠ્ઠી નાખીને ઇઝરાયલી લોકોને દેશનો ભાગ વહેંચી આપવો. યહોવાહ તરફથી તમને આજ્ઞા મળી છે કે અમારા ભાઈ સલોફહાદનો ભાગ તેની દીકરીઓને આપવો.

¶ યહોવાહ મૂસાની હસ્તક નવ કુળો અને અડધા કુળ વિષે જેમ આજ્ઞા આપી હતી, તેમ તેઓને વારસા પ્રમાણે ફાળવી આપ્યાં.

તમે સાત ભાગોનું વર્ણન કરો અને તે કરેલું વર્ણન અહીં મારી પાસે લાવો. પછી આપણા પ્રભુ યહોવાહની આગળ હું અહીં તમારે સારુ ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડી આપીશ.

¶ બીજી ચિઠ્ઠી શિમયોનના નામની નીકળી, એટલે શિમયોનના કુળને તેઓના કુટુંબ પ્રમાણે જમીન સોંપવામાં આવી. તેઓનો વારસો યહૂદાના કુળના વારસા મધ્યે હતો.

¶ ચોથી ચિઠ્ઠી ઇસ્સાખારના નામની નીકળી તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.

¶ છઠ્ઠી ચિઠ્ઠી નફતાલીના કુળની હતી અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.

ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, પણ તે બધાનો નિર્ણય તો યહોવાહના હાથમાં છે.

પછી તેઓએ તેઓને સારુ ચિઠ્ઠીઓ નાખી. તેમાં માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી; પછી અગિયાર પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો.

¶ અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી; ઇઝરાયલના સર્વ કુળમાંના એક લાખ ચુંમાળીસ હજાર મુદ્રિત થયા;