TSK

TSK · નીતિ. 20:6

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે; વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે.

જે કોઈ ભેટો આપવાની વ્યર્થ ડંફાસો મારે છે, પણ કંઈ આપતો નથી, તે વરસાદ વગરનાં વાદળાં તથા પવન જેવો છે.

તેને મારું હૃદય હજી શોધ્યા જ કરે છે પણ તે મને મળતું નથી. હજારોમાં મને એક પુરુષ મળ્યો છે, પણ એટલા બધામાં મને એક પણ સ્ત્રી મળી નથી.

મને અફસોસ છે! કેમ કે ઉનાળાંનાં ફળ વીણી લીધા પછીની જેવી સ્થિતિ, એટલે દ્રાક્ષો વીણી લીધા પછી બચી ગયેલી દ્રાક્ષો જેવી મારી સ્થિતિ છે: ત્યાં ફળની ગુચ્છાઓ મળશે નહિ, પ્રથમ અંજીર જેને માટે હું તલસું છું તે પણ નહિ મળે.

‹માટે જયારે તમે દાનધર્મ કરો, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ પોતાની આગળ રણશિંગડું ન વગાડો. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.›

¶ ‹ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તમારી ઉપકારસ્તુતિ કરું છું.›

¶ તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા તથા મરવા પણ તૈયાર છું.’”

¶ હું અભિમાન કરીને મૂર્ખ થયો કેમ કે તમે મને ફરજ પાડી; પણ તમારે મારાં વખાણ કરવાં જોઈતાં હતા કારણ કે જો હું કંઈ જ ન હોઉં તોપણ હું મુખ્ય પ્રેરિતો કરતાં કંઈ ઊતરતો નથી.