TSK

TSK · દાનિ. 9:2

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

આ રીતે યર્મિયાના મુખથી બોલાયેલું ઈશ્વરનું વચન પૂરું થાય માટે દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી એટલે કે સિત્તેર વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો, તેટલાં સમય સુધી દેશે વિશ્રામ પાળ્યો!

આવો અને આ ખંડિયેર તરફ નજર કરો, તમારા પવિત્રસ્થાનમાં શત્રુઓએ ઘણું નુકસાન કર્યું છે, તે જુઓ.

તમારાં સાક્ષ્યોથી મને આનંદ થાય છે અને તેઓ મારા સલાહકારો છે.

¶ ત્યારે મેં પૂછ્યું, “હે પ્રભુ, તે ક્યાં સુધી?” તેમણે કહ્યું, “જ્યાં સુધી નગરો વસ્તી વિનાનાં અને ઘરો માણસ વિનાનાં થાય અને ભૂમિ વેરાન થઈ જાય,

તમારા પવિત્ર નગરો ઉજ્જડ થઈ ગયાં છે; સિયોન અરણ્ય થઈ ગયું છે, યરુશાલેમ પાયમાલ થઈ ગયું છે.

આ સમગ્ર દેશ ખેદાન-મેદાન અને વેરાન થઈ જશે. અને એ લોકો સિત્તેર વર્ષ બાબિલના રાજાની ગુલામી કરશે.

તો આ ભક્તિસ્થાનના હું શીલો જેવા હાલ કરીશ; અને પૃથ્વીની સર્વ પ્રજાઓની નજરમાં હું નગરને શાપિત કરીશ.’”

તેના દેશને માટે નિર્માણ થયેલ સમય આવે ત્યાં સુધી બધી પ્રજાઓ તેની અને તેના દીકરાની અને તેના દીકરાના દીકરાની સેવા કરશે. ત્યારે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓ તેની પાસે સેવા કરાવશે.

જે નગર વસ્તીથી ભરેલું હતું, તે એકલવાયું થઈ ગયું છે! જે દેશવિદેશમાં મહાન ગણાતું હતું, તે વિધવા જેવું થઈ ગયું છે! જે દેશવિદેશમાં મહારાણી જેવું હતું, તે બીજી પ્રજાઓનું ગુલામ થઈ ગયું!

¶ જ્યારે, મેં દાનિયેલે આ સંદર્શન જોયું, ત્યારે મેં તેને સમજવાનો પ્રયત્ન કર્યો. એક માણસ જેવી આકૃતિ મારી સામે ઊભી હતી.

“દેશના સર્વ લોકોને તથા યાજકોને કહે કે, જ્યારે તમે પાંચમા અને સાતમા માસમાં ઉપવાસ અને શોક કર્યો, વળી આ સિત્તેર વર્ષોમાં તમે સાચે જ મારા માટે ઉપવાસ કર્યો હતો?

¶ ‹પણ જ્યારે તમે પાયમાલીની ધિક્કારપાત્રતા જ્યાં ઘટિત નથી ત્યાં ભક્તિસ્થાનમાં ઊભેલી જુઓ, જે વાંચે છે તેણે સમજવું, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય.›

હું આવું ત્યાં સુધી જાહેર શાસ્ત્રવાંચન, બોધ આપવા તથા શિક્ષણ આપવામાં ધ્યાન આપજે.

જે પ્રબોધકોએ તમારા પરની કૃપા વિષે ભવિષ્યકથન કર્યું તેઓએ તે ઉદ્ધાર વિષે તપાસીને ખંતથી શોધ કરી.

ભવિષ્યમાં બનવાની બિનાઓ જેઓ વાંચે છે, આ ભવિષ્યવાણીનું વચન જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓ આશીર્વાદિત છે, કેમ કે સમય પાસે છે.