TSK

TSK · નીતિ. 18:19

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

¶ યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તેને લીધે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. એસાવે પોતાના મનમાં કહ્યું, “મારા પિતાને માટે શોકના દિવસો પાસે છે; એ પૂરા થયા પછી હું મારા ભાઈ યાકૂબને મારી નાખીશ.”

¶ હવે ઇઝરાયલ તેના સર્વ દીકરાઓ કરતાં યૂસફ પર વિશેષ પ્રેમ રાખતો હતો, કેમ કે તે તેના વૃદ્ધાવસ્થાનો દીકરો હતો. તેણે તેને સારુ રંગબેરંગી ઝભ્ભો સીવડાવ્યો.

¶ તેઓએ તેને દૂરથી જોયો અને તેઓની પાસે તે આવી પહોંચે તે અગાઉ તેને મારી નાખવાને પેંતરો રચ્યો.

આબ્શાલોમે પોતાના ચાકરોને આજ્ઞા કરીને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો. જયારે આમ્નોન દ્રાક્ષારસ પીવાની શરૂઆત કરે, અને હું તમને કહું કે, ‘આમ્નોન પર હુમલો કરો,’ ત્યારે તેને મારી નાખજો. બીશો નહિ. એ મારી આજ્ઞા છે. હિંમત રાખો શૂરાતન બતાવજો.”

¶ જયારે સર્વ ઇઝરાયલે જોયું કે રાજા તેઓનું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને જવાબ આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ? યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી! ઓ ઇઝરાયલ, તમે તમારા તંબુમાં પાછા જાઓ. હવે હે દાઉદ તું તારું ઘર સંભાળી લે.” તેથી ઇઝરાયલ લોકો પોતપોતાના તંબુએ ગયા.

અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી, અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.

¶ ત્યારે એવો વાદવિવાદ થયો કે તેઓ એકબીજાથી અલગ થયા, બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.