TSK

TSK · 2 કાળ. 7:8

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

તે જ દિવસે ઈશ્વરે ઇબ્રામ સાથે કરાર કરીને કહ્યું, “મિસરની નદીથી તે મોટી નદી ફ્રાત સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે.

¶ સાતમા મહિનાના પંદરમે દિવસે તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. રોજનું નિયત કામ કરવું નહિ, સાત દિવસ સુધી યહોવાહને માટે પર્વ પાળો.

¶ તમારા ખળામાંથી તથા તમારા દ્રાક્ષકુંડમાંથી ઊપજ ભેગી કરી લો પછી તમે સાત દિવસ સુધી માંડવાપર્વ ઉજવો.

નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધીનાં સર્વ રાજ્યો પર સુલેમાન હકૂમત ચલાવતો હતો. તેઓ નજરાણાં લાવતા અને સુલેમાનની જિંદગીના સર્વ દિવસો તેઓ તેની તાબેદારી કરતા રહ્યા.

¶ આમ, સુલેમાને અને તેની સાથે બધાં ઇઝરાયલીઓએ એટલે ઉત્તરમાં હમાથની ઘાટીથી તે મિસરની હદ સુધીના આખા સમુદાયે આપણા ઈશ્વરની આગળ સાત દિવસ અને બીજા સાત દિવસ એમ કુલ ચૌદ દિવસ સુધી ઉજવણી કરી.

¶ બેખમીરી રોટલીનું પર્વ પાળવા માટે બીજા મહિનામાં મોટો લોકસમુદાય યરુશાલેમમાં એકત્ર થયો.

સૈન્યોના ઈશ્વર પ્રભુ યહોવાહ કહે છે, હે ઇઝરાયલના વંશજો” “જુઓ, હું તમારી વિરુદ્ધ એક પ્રજાને ઊભી કરીશ, “તે ઉત્તરમાં હમાથના ઘાટીથી દક્ષિણમાં અરાબાની ખાડી સુધી સંપૂર્ણ પ્રદેશ પર વિપત્તિ લાવશે.”

હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું.