TSK

TSK · પ્રે.કૃ. 10:28

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

તેઓ કહે છે, ‘દૂર રહો, મારી પાસે આવશો નહિ, કેમ કે હું તમારા કરતાં પવિત્ર છું.’ આ વસ્તુઓ મારા નસકોરામાં ધુમાડા સમાન, આખા દિવસ બળતા અગ્નિ જેવી છે.

¶ ત્યારે તે સમરૂની સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘હું સમરૂની છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?’ કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી.

¶ ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જતા હતા; તે વહેલી સવારનો સમય હતો; અને તેઓ અશુદ્ધ ન થાય, પાસ્ખા ખાઈ શકે, માટે દરબારમાં ગયા નહિ.

¶ ત્યારે પિતરે પ્રવચન શરૂ કરતાં કહ્યું કે. હવે હું નિશ્ચે સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી;

પણ તેના ઉત્તરમાં સ્વર્ગમાંથી બીજી વાર વાણી થઈ કે, ‹ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.›

ત્યારે તેમણે મને કહ્યું કે, ‹‘તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી દૂર બિનયહૂદીઓની પાસે મોકલી દઈશ.’”›

¶ એટલે કે બિનયહૂદીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા, અમારા સાથી વારસો, તથા શરીરનાં સાથી અવયવો, તથા તેમના આશાવચનના સહભાગીદાર છે;