TSK

TSK · ઉત્પ 37:14

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

તે કનાન દેશના હેબ્રોનમાં આવેલા કિર્યાથ-આર્બામાં મરણ પામી. ઇબ્રાહિમે સારાને માટે શોક પાળ્યો અને રુદન કર્યું.

મામરે, એટલે કિર્યાથ-આર્બા જે હેબ્રોન કહેવાય છે, જ્યાં ઇબ્રાહિમ તથા ઇસહાક રહ્યાં હતા, ત્યાં યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો.

યૂસફે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “જે વૃદ્ધ પિતા વિષે તમે મને કહ્યું હતું તે શું ક્ષેમકુશળ છે? તે શું હજી હયાત છે?”

¶ પછી યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો અને તેણે યફૂન્નેના પુત્ર કાલેબને હેબ્રોન વારસા તરીકે આપ્યું.

¶ યિશાઈએ પોતાના દીકરા દાઉદને કહ્યું, “તારા ભાઈઓને સારુ આ એક એફાહ પોંક અને આ દસ રોટલી લઈને છાવણીમાં તારા ભાઈઓ પાસે જલ્દી જા.

¶ દાઉદ પોતાના સામાનને સાચવનારના હાથમાં સોંપીને સૈન્ય તરફ દોડયો અને ત્યાં પહોંચીને તેણે પોતાના ભાઈઓની મુલાકાત કરી.

તેથી તેઓનું લોહી યોઆબના માથા પર તથા તેના વંશજોના માથા પર સદા રહેશે. પણ દાઉદને, તેના વંશજોને, તેના ઘરને, તથા તેના રાજ્યાસનને યહોવાહ તરફથી સર્વકાળ શાંતિ મળશે.”

પણ જેઓ પોતે આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવાહ દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ પર શાંતિ થાઓ.

‹‘હે યરુશાલેમ, જો તેં, હા તેં, શાંતિને લગતી જે બાબતો છે તે જો તેં આજે જાણી હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલી છે.›