TSK

TSK · હિબ. 11:38

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

¶ તેથી દાઉદ ત્યાંથી નીકળીને અદુલ્લામની ગુફામાં નાસી ગયો. તે જાણીને તેના ભાઈઓ તથા તેના પિતાના સમગ્ર કુટુંબનાં માણસો ત્યાં તેની પાસે ગયાં.

¶ પછી ઝીફીઓએ ગિબયામાં શાઉલ પાસે આવીને કહ્યું, “શું દાઉદ હોરેશના કિલ્લાઓમાં અમારી મધ્યે સંતાઈ રહ્યો નથી? એ કિલ્લા હખીલા પર્વત પર, એટલે દક્ષિણના અરણ્ય તરફ આવેલા છે.

¶ જયારે શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું ટાળીને પાછો આવ્યો, ત્યારે તેને એમ કહેવામાં આવ્યું કે, “દાઉદ એન-ગેદીના અરણ્યમાં છે.”

“તેથી ઊઠીને, તું તારે ઘરે જા. તું નગરમાં પહોંચશે તે જ સમયે તારો દીકરો મૃત્યુ પામશે.

કેમ કે જયારે ઇઝબેલ યહોવાહના પ્રબોધકોને મારી નાખતી હતી, ત્યારે ઓબાદ્યાએ સો પ્રબોધકોને લઈને પચાસ પચાસની ટુકડી બનાવીને તેઓને ગુફામાં સંતાડ્યા હતા અને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું હતું.

¶ તેણે એક ગુફામાં જઈને ત્યાં ઉતારો કર્યો. પછી યહોવાહનું એવું વચન તેની પાસે આવ્યું કે, “એલિયા, તું અહીં શું કરી રહ્યો છે?”

હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું; ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું.