TSK

TSK · યશા. 14:3

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

¶ આ દેશજાતિઓ મધ્યે તને કંઈ ચેન નહિ પડે, તમારા પગનાં તળિયાંને કંઈ આરામ નહિ મળે, પણ, ત્યાં યહોવાહ તમને કંપિત હૃદય, ધૂંધળી આંખ અને શોકાતુર હૃદય આપશે.

તે દિવસે, યિશાઈનું મૂળ લોકોને માટે ધ્વજારૂપ ઊભું રહેશે. તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું નિવાસસ્થાન મહિમાવંત થશે.

મારા લોકો શાંતિના સ્થાનમાં, સુરક્ષિત આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.

¶ સૈન્યોના યહોવાહ કહે છે કે; ‘તે દિવસે હું તેઓની ગરદન ઉપરની ઝૂંસરી ભાંગી નાખીશ. અને તેઓનાં બંધન તોડી નાખીશ. પરદેશીઓ ફરી કદી એમની પાસે સેવા નહિ કરાવે.

¶ “હે મારા સેવક યાકૂબ, બીશ નહિ. હે ઇઝરાયલ તું ગભરાઈશ નહિ. કેમ કે, હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ. અને તમે પાછા સુખશાંતિપૂર્વક રહેવા પામશો. કોઈ તમને ડરાવશે નહિ.

ઇઝરાયલી લોકોનો તિરસ્કાર કરનારી આજુબાજુની પ્રજાઓ હવે કદી તેઓને ભોંકાતા કાંટા કે ઝાંખરાંની જેમ હેરાન નહિ કરે, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ યહોવાહ છું!’”

હું તેઓને પાછા લાવીશ, તેઓ યરુશાલેમની મધ્યે રહેશે, તેઓ મારી પ્રજા થશે, હું સત્યથી તથા નીતિથી તેઓનો ઈશ્વર થઈશ!”

¶ તે પછી સ્વર્ગમાં મોટા સમૂદાયના જેવી વાણી મેં મોટે અવાજે એમ કહેતી સાંભળી કે ‘હાલેલુયા, ઉદ્ધાર આપણા ઈશ્વરથી છે; મહિમા તથા પરાક્રમ તેમના છે.’”