TSK

TSK · યર્મિ. 1:13

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તે એ માટે કે એ વાત ઈશ્વરે નક્કી ઠરાવી છે અને ઈશ્વર તે થોડી જ વારમાં પૂરી કરવાના છે.

પછી યહોવાહે મને કહ્યું, “યર્મિયા તું શું જુએ છે?” મેં ઉત્તર આપ્યો, હું તો અંજીરો જોઉં છું, તેમાંનાં કેટલાક બહુ સારાં છે અને કેટલાંક ખૂબ જ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.”

તેથી, પ્રભુ યહોવાહ એવું કહે છે કે, મારી નંખાયેલા લોકોને યરુશાલેમની મધ્યે નાખ્યા છે, તેઓ માંસ છે, આ નગર કઢાઈ છે. પણ તમને આ નગરમાંથી બહાર લાવવામાં આવશે.

¶ આ બંડખોર પ્રજાને દ્રષ્ટાંત આપીને સંભળાવ. તેને કહે કે, “પ્રભુ યહોવાહ આમ કહે છે: કઢાઈ ચઢાવો, તેને ચઢાવીને તેમાં પાણી રેડો,

તેણે મને કહ્યું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું પૂરેપૂરું સોનાનું બનેલું દીપવૃક્ષ જોઉં છું જેની ટોચ પર કોડિયું છે. તેના પર સાત દીવા છે અને જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત દિવેટ છે.