¶ ‹માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે.›
TSK
TSK · યોહ. 14:13
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
¶ ‹એ માટે હું તમને કહું છું કે, જે સર્વ તમે પ્રાર્થનામાં માગો છો, તે અમને મળ્યું છે એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે.›
ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‹‘ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી આપ, તે કોણ છે, તે જો તું જાણતી હોત, તો તું તેમની પાસે પાણી માગત અને તે તને જીવતું પાણી આપત.’”›
¶ ત્યારે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‹‘હું તમને ખરેખર કહું છું કે, દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે અન્ય કંઈ કરી નથી શકતો; કેમ કે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે.›
‹હું તથા પિતા એક છીએ.’”›
¶ જયારે તે બહાર ગયો, ત્યારે ઈસુ કહે છે કે, ‹‘હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, તેનામાં ઈશ્વર મહિમાવાન થયા છે.›
‹જો તમે મારે નામે મારી પાસે કંઈ માગશો તો તે પ્રમાણે હું કરીશ.›
¶ ‹તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યાં છે; અને તમને મોકલ્યા છે, કે તમે જઈને ફળ આપો; અને તમારાં ફળ કાયમ રહે. જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે.›
‹તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને નિશ્ચે કહું છું કે, જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે.›
‹જે કામ કરવાનું તમે મને સોંપ્યું હતું તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યાં છે.›
¶ તે વિષે મેં ત્રણ વાર પ્રભુની પ્રાર્થના કરી કે તે મારી પાસેથી પીડા દૂર કરે.
¶ તેઓ ખ્રિસ્ત ઈસુ માં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે.
¶ હવે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં, જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે, આપણે સારુ પુષ્કળ કરી શકે છે,
જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.
કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા ન આવે એવા નહિ, પણ તે સર્વ પ્રકારે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે.
¶ માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન, એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.
¶ તમે નીરોગી થાઓ માટે પોતાના પાપ એકબીજાની પાસે કબૂલ કરો, એકબીજાને માટે પ્રાર્થના કરો; ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.
જે કંઈ આપણે માગીએ છીએ, તે તેમના તરફથી પામીએ છીએ, કેમ કે તેમની આજ્ઞા આપણે પાળીએ છીએ અને તેમને જે પ્રસન્ન થાય છે તે કરીએ છીએ.