TSK

TSK · યહો. 15:13

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

તેથી ઇબ્રામે પોતાનો તંબુ ઉઠાવીને મામરેનાં એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે ત્યાં સ્થાપિત કર્યો, ત્યાં તે રહ્યો અને ઈશ્વરને નામે એક વેદી બાંધી.

¶ મેં તેઓના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે તેઓ નહિ જ જોશે. તેમ જ મને તુચ્છકારનાર કોઈ પણ તે દેશને જોવા પામશે નહિ.

¶ અને તે વખતે યહોશુઆએ જઈને પહાડી પ્રદેશમાંના, હેબ્રોનમાંના, દબીરમાંના, અનાબમાંના, યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાંના અને ઇઝરાયલના આખા પહાડી પ્રદેશમાંના અનાકીઓનો સંહાર કર્યો. યહોશુઆએ તેઓનો તથા તેઓના નગરોનો સંપૂર્ણ સંહાર કર્યો.

¶ પછી યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો અને તેણે યફૂન્નેના પુત્ર કાલેબને હેબ્રોન વારસા તરીકે આપ્યું.

¶ તેથી ઇઝરાયલીઓએ આશ્રયનગર તરીકે ગાલીલમાં નફતાલીના પર્વતીય પ્રદેશમાંનાં કેદેશ, એફ્રાઇમનાં પર્વતીય પ્રદેશમાંનાં શખેમ, યહૂદિયાના પર્વતીય પ્રદેશમાંનાં કિર્યાથ-આર્બા એટલે હેબ્રોન,

હેબ્રોનમાં રહેતા કનાનીઓ સામે યહૂદા આગળ વધ્યા અગાઉ હેબ્રોનનું નામ કિર્યાથ-આર્બા હતું, તેઓએ શેશાય, અહીમાન તથા તાલ્માયને નષ્ટ કર્યા.

હેબ્રોનવાસીને ત્યાં અને જે સર્વ સ્થળોમાં દાઉદ તથા તેના માણસો આવજા કરતા હતા, ત્યાં પણ ભેટ મોકલાવી.

સોરાહ, આયાલોન, અને હેબ્રોન નગરો બાંધ્યાં. એ યહૂદિયામાં અને બિન્યામીનમાં આવેલા કિલ્લાવાળાં નગરો છે.