ત્યારે મિખાએ કહ્યું, “હવે હું જાણું છું કે ઈશ્વર મારે માટે સારું કરશે, કારણ કે આ લેવી મારો યાજક છે.
TSK
TSK · ન્યાય. 18:5
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
¶ અગાઉ ઇઝરાયલમાં, જયારે કોઈ માણસ ઈશ્વરની સલાહ લેવા જતો, તે કહેતો, “ચાલો, આપણે પ્રેરક પાસે જઈએ.” કેમ કે આજના પ્રબોધક અગાઉ પ્રબોધક કહેવાતા હતા.
¶ પછી આહાઝ રાજાએ યાજક ઉરિયાને આજ્ઞા કરી, “મોટી વેદી પર સવારના દહનીયાર્પણનું, સાંજના ખાદ્યાર્પણનું, રાજાના દહનીયાર્પણનું અને તેના ખાદ્યાર્પણનું, તેમ જ દેશનાં બધાં લોકોનું દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેમના પેયાર્પણો જ ચઢાવવાં. દહનીયાર્પણનું બધું રક્ત તથા યજ્ઞનું બધું રક્ત તેની પર જ છાંટવું. પણ પિત્તળની વેદી યહોવાહની સલાહ પૂછવા ફક્ત મારા માટે જ રહેશે.”
¶ કેમ કે બાબિલનો રાજા જ્યાં રસ્તો ફંટાય છે ત્યાં બે માર્ગના મથક આગળ શકુન જાણવા ઊભો છે. તે આમતેમ તીર હલાવે છે અને મૂર્તિઓની સલાહ લે છે. તે ઘરમૂર્તિઓનું અવલોકન કરે છે.
તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતાં, તેઓ કહેતાં કે, ઈશ્વરનું જે મહાન પરાક્રમ કહેવાય છે, તે આ વ્યક્તિ છે.