તમે દેશને ધ્રૂજાવ્યો છે; તમે તેને ચીરીને અલગ કર્યો છે; તેના વિભાગોને તમે સમારો, કેમ કે તે કાંપે છે.
TSK
TSK · વિલા. 2:13
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
શું હવે ગિલ્યાદમાં કંઈ પણ ઔષધ નથી? ત્યાં કોઈ વૈદ્ય નથી? મારા લોકોની દીકરીના ઘા કેમ રુઝાતા નથી?
તેઓને આ પ્રમાણે કહે કે; મારી આંખોમાંથી દિનરાત આંસુઓ વહી જાઓ. અને બંધ ન થાઓ, કેમ કે મારા લોકની દીકરી મોટા ઘાથી અતિ ભારે ઝખમથી ઘાયલ થઈ છે.
યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘તારો ઘા રૂઝાય એવો નથી; તારો ઘા જીવલેણ છે.
તારા ઘાને લીધે તું કેમ બૂમો પાડે છે? તારા ઘાનો કોઈ ઇલાજ નથી. તારા અપરાધો ઘણા થવાને લીધે તારા અપરાધો વધી ગયા જેને લીધે આ શિક્ષા કરવાની મને ફરજ પડી.
રે પાસે થઈને સર્વ જનારા અને જોનારા, શું આ બધી બાબતોમાં તમે જોયું ના જોયું કરો છો? મારા પર જે દુ:ખ પડ્યું છે, તે ધ્યાન આપીને જુઓ, જે વડે યહોવાહે પોતાના ભારે કોપના સમયે મને દુઃખી કર્યું છે, તેના જેવું અન્ય કોઈ દુઃખ છે ખરું?
¶ ફારુન તેઓને જોઈને તલવારથી માર્યા ગયેલા પોતાના સમુદાય માટે દિલાસો પામશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.