‹એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.›
TSK
TSK · માથ. 9:37
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
ઈસુએ તેઓને કહ્યું કે, ‹‘ફસલ પુષ્કળ છે, પણ મજૂરો થોડા છે; માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.’”›
‹તમે શું નથી કહેતાં કે, ‘ચાર મહિના પછી ફસલ પાકશે? હું તમને કહું છું કે, ‘તમારી આંખો ઊંચી કરીને ખેતરો તરફ જુઓ કે, તેઓ કાપણીને માટે સફેદ થઈ ચૂક્યાં છે.›
‹કેમ કે હું તારી સાથે છું, અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોક છે.›
અમે, તેમની સાથે કામ કરનારા, તમને વિનંતી કરીએ છીએ, કે તમે ઈશ્વરની કૃપાનો સ્વીકાર કર્યો છે તેને વ્યર્થ થવા દેશો નહિ.
અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે, તેઓ તમને સલામ કહે છે. આ બધાં એકલા જ સુન્નતીઓમાંના યહૂદી વિશ્વાસીઓમાંના છે, જે ઈશ્વરના રાજ્યને માટે મારી સાથે કામ કરનારા છે; તેઓ મને દિલાસારૂપ થયા છે.
¶ જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ કરે છે, તેઓને બમણાં સન્માનિત ગણવા.