યૂસફે તેના ભાઈ બિન્યામીનને એટલે તેની માતાના દીકરાને જોયો અને બોલ્યો, “શું આ તમારો સૌથી નાનો ભાઈ છે કે જેના વિષે તમે મને કહ્યું હતું? “તેણે પૂછ્યું, “મારા દીકરા, તું કેમ છે? ઈશ્વરની કૃપા તારા પર થાઓ.”
TSK
TSK · ગણ. 6:25
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
ઉત્પ 43:29
TSK
ગી.શા. 4:7
TSK
લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે.
ગી.શા. 31:16
TSK
તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ પાડો; તમારી કૃપાથી મને બચાવો.
ગી.શા. 80:1
TSK
હે ઇઝરાયલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; જેમણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા; કરુબો પર બિરાજમાન અમારા પર પ્રકાશ પાડો!
ગી.શા. 80:19
TSK
હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.
ગી.શા. 119:135
TSK
તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો અને તમારા બધા નિયમો મને શીખવો.
માલા. 1:9
TSK
અને હવે તમે ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો છો, કે જેથી તેઓ અમારા પર દયા કરે. “પણ તમારા આવાં જ અર્પણોને લીધે, શું તેઓ તમારામાંના કોઈને માયાળુપણે સ્વીકાર કરશે?” એવું સૈન્યોના યહોવાહ કહે છે.