TSK

TSK · યશા. 45:18

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો.

¶ ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.”

આકાશો યહોવાહનાં છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.

હું જ યહોવાહ છું અને બીજો કોઈ નથી; મારા સિવાય કોઈ ઈશ્વર નથી. જો કે તેં મને ઓળખ્યો નથી, તો પણ હું તને યુદ્ધ માટે તૈયાર કરીશ;

ઈશ્વરે પોતાના સામર્થ્યથી પૃથ્વીને ઉત્પન્ન કરી છે, પોતાના ડહાપણથી પૃથ્વીને સ્થાપી છે અને પોતાના કૌશલ્યથી આકાશને વિસ્તાર્યું છે.

¶ હું તમારી સાથે ઘણાં માણસોને વસાવીશ, ઇઝરાયલના આખા કુળને, બધાંને હું વસાવીશ. શહેરોમાં ફરી વસ્તી થશે અને ઉજ્જડ જગાઓ ફરી બાંધવામાં આવશે.