TSK

TSK · માર્ક 14:36

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

ઈશ્વરને શું કંઈ અશક્ય છે? મેં નિયુક્ત કરેલા સમયે, વસંતમાં, હું તારી પાસે પાછો આવીશ. આવતા વર્ષના આ સમયે સારાને દીકરો થશે.”

જો, હું યહોવાહ, સર્વ મનુષ્યનો ઈશ્વર છું. શું મારા માટે કંઈ અશક્ય છે ખરું?”

¶ પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, ‹“ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”›

તેઓએ તેમને કહ્યું કે, ‘અમે તેમ કરી શકીએ છીએ.’” પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‹‘જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો અને જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા તમે લેશો;›

¶ ઈસુએ તેઓને કહ્યું કે, ‹“જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા અને તેમનું કામ પૂર્ણ કરવું, તે જ મારો ખોરાક છે.”›

¶ ‹કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું.›

તેથી ઈસુએ પિતરને કહ્યું કે, ‹‘તારી તલવાર મ્યાનમાં મૂક; જે પ્યાલો મારા પિતાએ મને આપ્યો છે ‘તે શું હું ના પીઉં?’”›

¶ તમે દીકરા છો, તે માટે ઈશ્વરે તમારા હૃદયમાં પોતાના દીકરાનો આત્મા મોકલ્યો છે, જે ‘પિતા, અબ્બા’, તેવું કહીને પોકારે છે.

જો આપણે અવિશ્વાસી હોઈએ, તો પણ તે વિશ્વાસુ રહે છે; તેઓ પોતાનો ઇનકાર કરી શકતા નથી.

¶ તેઓ મનુષ્યદેહધારી હતા એ સમયે પોતાને મૃત્યુમાંથી છોડાવવાને જે સર્વશક્તિમાન હતા, તેઓની પાસે મોટે અવાજે, આંસુસહિત પ્રાર્થના તથા વિનંતી કર્યાં અને તેમણે અધીનતાથી ઈશ્વરની વાતોને મહિમા આપ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી;