TSK

TSK · ગણ. 35:20

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

પણ કાઈનને તથા તેના અર્પણને અમાન્ય કર્યાં. તેથી કાઈન ઘણો ગુસ્સે થયો અને તેનું મોં ઊતરી ગયું.

“પરંતુ જો કોઈ ક્રોધે ભરાઈને જાણી જોઈને બીજાની હત્યા કરે, પોતાના પડોશી પર ઘસી જઈને તેને દગાથી મારી નાખે; તો તેને મારી વેદી આગળથી લઈ જઈને પણ શિક્ષારૂપે તેને મારી નાખવો.”

¶ બીજે દિવસે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોશભેર આવ્યો, તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. તેથી દાઉદ પોતાના નિત્યના ક્રમ મુજબ વાજિંત્ર વગાડતો હતો. તે વખતે શાઉલના હાથમાં પોતાનો ભાલો હતો.

ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવ્યો ત્યારે તે પોતાનો ભાલો હાથમાં લઈને પોતાના ઘરમાં બેઠો હતો, તે વખતે દાઉદ પોતાનું વાજિંત્ર વગાડતો હતો.

¶ શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાં છે. ત્યારે તેણે કહ્યું, “હવે ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે. કેમ કે તે અંદરથી બંધ હોય દરવાજાવાળા નગરમાં પ્રવેશ્યો છે. તે સપડાઈ ગયો છે.”

¶ આબ્નેર હેબ્રોનમાં પાછો આવ્યો, ત્યારે યોઆબ તેની સાથે એકાંતમાં વાત કરવા સારુ તેને દરવાજાની એક બાજુએ લઈ ગયો. અને યોઆબે ત્યાં તેના પેટમાં ખંજર ભોંકીને તેને મારી નાખ્યો. આ રીતે યોઆબે તેના ભાઈ અસાહેલના ખૂનનો બદલો લીધો.

આબ્શાલોમે પોતાના ચાકરોને આજ્ઞા કરીને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો. જયારે આમ્નોન દ્રાક્ષારસ પીવાની શરૂઆત કરે, અને હું તમને કહું કે, ‘આમ્નોન પર હુમલો કરો,’ ત્યારે તેને મારી નાખજો. બીશો નહિ. એ મારી આજ્ઞા છે. હિંમત રાખો શૂરાતન બતાવજો.”

¶ સરુયાના દીકરા યોઆબે મને જે કર્યું, એટલે કે તેણે ઇઝરાયલનાં સૈન્યના બે અધિપતિઓને, એટલે નેરના દીકરા આબ્નેરને તથા યેથેરના દીકરા અમાસાને મારી નાખ્યા હતા, તે તું જાણે છે. તેણે શાંતિના સમયમાં યુદ્ધના જેવું લોહી પાડીને તે યુદ્ધનું લોહી પોતાની કમરે બાંધેલા કમરબંધને તથા પોતાના પગમાંનાં પગરખાંને લગાડ્યું.

તેનું મુખ શાપ, કપટ તથા જુલમથી ભરેલું છે; તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે.

તેઓએ વગર કારણે મારે માટે ખાડામાં પોતાની જાળ સંતાડી રાખી છે; વિનાકારણ તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે.

આ માણસો પોતાને જ મારી નાખવાને માટે સંતાઈ રહે છે, તેઓ પોતાના જ જીવને માટે ગુપ્ત રીતે છુપાઈ રહે છે.

જે માણસે કોઈ પુરુષનું ખૂન કર્યું હશે, તે નાસીને ખાડામાં પડશે, કોઈએ તેને મદદ કરવી નહિ.

તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું કે, ‘હું શું માગું?’ તેણે કહ્યું, ‘યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું માગ’.

તે ત્યાં ત્રણ મહિના રહયો, પછી સિરિયા જવા સારુ જળમાર્ગે ઊપડવાની તૈયારીમાં હતો, ત્યારે યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું, માટે તેણે મકદોનિયામાં થઈને પાછા જવાનો નિર્ણય કર્યો.