TSK

TSK · માથ. 9:22

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

¶ ત્યારે ઈસુએ તેઓની આંખોને અડકીને કહ્યું કે, ‹“તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.”›

પછી ઈસુએ તે દુષ્ટાત્માને ધમકાવ્યો, અને તે તેનામાંથી નીકળી ગયો; તે જ સમયે તે છોકરો સાજો થયો.

ઈસુએ તેને કહ્યું કે ‹‘જા, તારા વિશ્વાસે તને સાજો કર્યો છે,’› અને તરત તે દેખતો થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.

ઈસુએ તેને કહ્યું કે, ‹‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા.’”›

¶ ઈસુએ તેને કહ્યું કે, ‹‘તું દ્રષ્ટિ પામ; તારા વિશ્વાસે તને બચાવ્યો છે,’›

તેણે પાઉલને બોલતાં સાંભળ્યો. પાઉલે તેની તરફ એક નજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે,

કેમ કે જેમ ઇઝરાયલીઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે; પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહિ. જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં સહમત થયા નહિ.