TSK

TSK · દાનિ. 7:15

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

સવારે તે ઊઠ્યો ત્યારે તેનું મન ગભરાયું. તેણે મિસરના સર્વ શાસ્ત્રીઓને તથા જ્ઞાનીઓને બોલાવ્યા; અને પોતે જોયેલાં સ્વપ્ન વિષે તેઓને જણાવ્યું; પણ તેઓમાં એવો કોઈ ન હતો કે જે ફારુનનાં સ્વપ્નનો અર્થ જણાવી શકે.

હું તો તમારી પાછળ ચાલનાર પાળક હોવાથી પાછો હઠ્યો નથી. અને મેં દુઃખી દિવસની આશા રાખી નથી. તમે જાણો છો જે મારે મુખેથી નીકળ્યું હતું તે તમારી હાજરીમાં બન્યું હતું.

¶ રાજાએ તેઓને કહ્યું, “મને એક સ્વપ્ન આવ્યું છે અર્થ જાણવાને મારું મન આતુર છે.”

¶ ત્યારે દાનિયેલ, જેનું નામ બેલ્ટશાસ્સાર પણ હતું, તે કેટલીક વાર સુધી ઘણો સ્તબ્ધ થઈ ગયો. તેના મનમાં જે વિચારો આવ્યા તેનાથી તે ભયભીત થઈ ગયો. પણ રાજાએ તેને કહ્યું, “બેલ્ટશાસ્સાર, સ્વપ્નથી કે તેના અર્થથી તું ગભરાઈશ નહિ.” બેલ્ટશાસ્સારે જવાબ આપ્યો, “મારા સ્વામી, તે સ્વપ્ન તમારા દ્વેષીઓને તથા તેનો અર્થ તમારા દુશ્મનોને લાગુ પડો.

¶ અહીં આ બાબતનો અંત છે. હું, દાનિયેલ, મારા વિચારોથી ઘણો ભયભીત થયો અને મારા ચહેરાનો દેખાવ બદલાઈ ગયો. પણ આ વાત મેં મારા હૃદયમાં રાખી.”

એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડ્યો. અવાજથી મારા હોઠ થથર્યા. મારા હાડકાંમાં સડો લાગ્યો છે અને મારી જગાએ હું કાંપ્યો છું. જ્યારે લોકો પર હુમલો કરવાને લશ્કર ચઢી આવે ત્યારે હું એ સંકટના સમયે પણ ધીરજ રાખું.

મને ભારે શોક તથા મારા અંતઃકરણમાં ખૂબ જ વેદના થાય છે.

મેં સ્વર્ગદૂતની પાસે જઈને તેને કહ્યું કે ‘એ નાનું ઓળિયું મને આપ.’” અને તેણે મને કહ્યું કે ‘તે લે અને ખાઈ જા. તે તારા પેટને કડવું કરશે પણ તારા મોમાં મધ જેવું મીઠું લાગશે.’”